________________
૨૨૪
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્દભવ થતો નથી; અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ–પુરુષની પ્રતીતિ–એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામેથી થાય છે. ખરેખર મુમુક્ષુ હોય તેને સતપુરુષની આશ્રયભક્તિ અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે, ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.”
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી; જેને કોઈ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી; જેને માન, અપમાન, લાભ, અલાભ; હર્ષ, શોક; જન્મ, મૃત્યુ આદિ કંઠને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. “દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે
- દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે, મ્યાન પ્રત્યે મહપુરુષની દશા અને નિર્ભયતા
તરવારને જેવો સંબંધ છે, તે દેહ પ્રત્યે જેણે
આત્માને સંબંધ દીઠે છે, અબ-સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહપુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.
“જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઇ અચિંત્ય કહે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે એ નિશ્ચય જે પરમ કૃપાળુ પુરુષોએ પ્રકાશ્યો તેને અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. તેના કિરણની કાંતિની પ્રભાવથી સમસ્ત ભૂમિ ત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કઈ કાળે તેમ થતું નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈિતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાતિ છે.
જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org