________________
શ્રીમની શિક્ષા
૨૨૩
એ ૭ ૫૬ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે તે તે પુરુષા સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વે સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળે પણ તેમજ થશે.
સત્પુરુષની નિષ્કારણ કરુણા
“ જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યું સહજમાં પ્રગટે છે; જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમકે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એવા પરમાત્મભાવ તે જેણે કઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણું કરુણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા ભક્તિને કર્યાં છે, માટે મારા છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ક્રી નમસ્કાર હા.
“ જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મમેાધ થાય એમ જાણીને જે...ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષાને ફરી ક્રી ત્રિકાળ નસંસ્કાર હા !
સદ્ગુરુની ભક્તિથી સહેજે આત્મધ થાય
“જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે અને તે વિચારને વૈરાગ્ય ( ભાગ પ્રત્યે અનાસક્તિ ) તથા ઉપશમ ( કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ ) એ મુખ્ય આધાર છે, એમ જાણી તેના નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સત્પુરુષના
વિચારદશા પામવાનું ઉત્કૃષ્ટ કારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org