________________
જાતિસ્મરણ જ્ઞાન
રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જે પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને સાનુકૂળતા યોગ્યતા હોય તો “જાતિસ્મરણ જ્ઞાન' થાય. પૂર્વ સંજ્ઞા કાયમ હાવી જોઈએ. આ સંજ્ઞાને ભવ આવવાથી “જાતિસ્મરણ જ્ઞાન” ન થાય.”
- શ્રીમદ્ રાજચંદ્ર
ઉપરના “સમુચ્ચય વયચર્યાના લેખમાં પુનર્જન્મ કે જાતિસ્મરણ જ્ઞાનને પિતે ઉલ્લેખ કર્યો નથી અને પછીનાં લખાણોમાં પણ તે વિષે વિશેષ વિસ્તૃત ચર્ચા કરી નથી. તો પણ મિત્રો સાથેના વાર્તાલાપમાં કે સીધો પ્રશ્ન પૂછનારને જાતિસ્મરણ જ્ઞાન પિતાને હતું તે ક્યારે અને કેવા પ્રસંગે પ્રગટ થયેલું અને વર્ધમાનતાને પામ્યું તે વિષે એક ભાઈ સાથે થયેલી વાતચીત સપ્રમાણ લાગવાથી નીચે જણાવી છે
ભાઈ પદમશી ઠાકરશી કચ્છી વાણિયા સંવત ૧૯૪રથી શ્રીમના સમાગમમાં આવેલા. તેમણે એક વખતે ભૂલેશ્વર શાક મારકીટ પાસેના દિગંબર દેરાસરમાં શ્રીમને પ્રશ્ન પૂછેલો કે આપને જાતિસ્મરણ જ્ઞાન છે અને ૯૦૦ ભવ દેખી શકે છે એમ મેં સાંભળ્યું છે, તે વ્યાજબી છે ?
તેઓશ્રીએ ઉત્તરમાં જણાવ્યું: “હા, એવું કાંઈક છે; તેને આધારે આમ કહેવાણું છે.”
પદમશીભાઈએ ફરી પ્રશ્ન કર્યોઃ “આપને જાતિસ્મરણ કેટલી ઉમ્મરે અને કેવી રીતે થયું?”
શ્રીમદે ઉત્તર આપ્યોઃ “અમે સાત વર્ષની વયના હતા, ત્યારે શ્રી વવાણિયામાં અમીચંદ નામના ગૃહસ્થ હતા; તેઓ ભાઈ કલ્યાણજીભાઈ જેવા કદાવર, રૂપાળા, ગુણી હતા. અમારા ઉપર તેઓ વહાલ રાખતા. તેઓને સર્પ તેથી તત્કાળ ગુજરી ગયા; એમ વાત સાંભળી અમે પિતામહ પાસે ઘેર આવ્યા. ગુજરી જવું એટલે શું તે અમે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org