________________
જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હાય તેનું સ્મરણ વૃધ્ધાવસ્થામાં કેટલાકને થાય અને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છેાડતાં ખાદ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવા દેહ પામી તેમાં જ આસક્ત રહે છે. આથી ઊલટી રીતે પ્રવર્તનારને-અવકાશ રાખ્યા હોય તેને-પૂર્વભવ અનુભવમાં આવે છે.
૨
જાતિસ્મરણ જ્ઞાન
""
જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનના ભેદ છે. પૂર્વ પર્યાય (દેહ ) છેડતાં વેદનાના કારણને લઈને, નવા દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈ ને, બાલપણમાં મૂઢપણાને લને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઇને પૂર્વે પર્યાયની સ્મૃતિ કરવાને અવકાશ જ મળતા નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહેાતા એમ નથી, તેમ ઉપરનાં કારણેાને લઈ તે પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહાતા એમ કહેવાય નહીં. જેવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org