________________
સવ-વૃત્તાંત વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત ને જીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચાર-વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા; અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા–ન-બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્યા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતે અને મારા અક્ષરની છટાથી કચ્છ-દરબારને ઉતારે મને લખવા માટે બેલાવતા ત્યારે હું જતો હતો. દુકાને મેં નાના પ્રકારની લીલા-લહેર કરી છે; અનેક પુસ્તક વાંચ્યાં છે; રામ ઈત્યાદિનાં ચરિત્ર પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કાઈને મેં એછું અધિક્ તળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org