________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
તે અવતારમાં પ્રીતિ થઈ હતી; અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતે; વખતો વખત કથાઓ સાંભળ; વારંવાર અવતારે સંબંધી ચમકારમાં હું મેહ પામત; અને તેને પરમાત્મા માનતે, જેથી તેને રહેવાનું સ્થળ જેવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેવી મજા પડે? એ જ વિકલ્પના થયા કરતી; તેમજ કોઈ વૈભવી ભૂમિકા છે કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. “પ્રવીણસાગર' નામને ગ્રંથ તેવામાં મેં વાંચ્યા હતા; તે વધારે સમજે નહે; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હેઈએ, અને નિરૂપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ, તે કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણ હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગકર્તા સંબંધી કેટલેક સ્થળે બંધ કર્યો છે તે મને દઢ થઈ ગયા હતા; જેથી જન લેકે ભણે મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં, માટે જૈન લેકે મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકેની ક્રિયા મારા જોવામાં આવી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતે હતો, એટલે કે તે મને પ્રિય નહતી.
જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુલશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં, કાંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોને જ પાનારે હતે. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામને નામાંકિત વિદ્યાર્થી કે મને ગણતા. તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળ શક્તિ દર્શાવવાને હું પ્રયત્ન કરો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતે. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિક પુસ્તકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org