________________
શ્રીમદની શિક્ષા
૨૧૯
“જિનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે, ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે. અન્ય કાઈ પ્રયેાજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણ-વાચન નિષ્ફળ રૂપ છે; એ વાર્તી અમને તેા નિઃસંદેહ યથાર્થ લાગે છે.
“ દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ,-- દુ:ખ જેનાથી જન્મ પામે છે એવાં રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના,—થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ, એક આત્મજ્ઞાન સિવાય બીજા કાઇ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્ય કાળમાં થઈ શકે તેમ નથી; એમ સર્વ જ્ઞાની પુરુષાને લાસ્યું છે; માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયેાજન રૂપ છે. તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ વચનનાં શ્રવણુનું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે, જે કોઇ જીવ દુ:ખની નિવૃત્તિ ઈચ્છતા હાય-સથા દુ:ખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હેાય, તેણે એ જ એક માર્ગ આરાધ્યા સિવાય, અન્ય બીજો કાઇ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરના, કુળધર્મના, લેાકસંજ્ઞારૂપ ધર્મના, એધ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી. એક આત્મવિચાર કે વ્ય રૂપ ધર્મ ભજવા ચાગ્ય છે.
આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ.
“ એક મેટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી યાગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણુનું કાઇ બળવાન કારણ નથી. અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ કચ્છવા
કલ્યાણનું કારણ અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેય રૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. “ યથા પ્રારબ્ધ સ્થિતિ છે. એટલે બળવાન ઉપાધિ ચેાગે વિષમતા આવતી નથી. ક’ટાળા અત્યંત આવી જતાં છતાં ઉપશમનું સમાધિનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org