________________
૨૨૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળ. યથા રૂપ રહેવું થાય છે. તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વલ્ય કરે છે. સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિ રૂપ થાય છે; અને નિરંતર અભંગપણે તે ભાવના કુરિત રહ્યા કરે છે.” “વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે
ક્ષપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ અસંગદશાને હેતુ
સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગ દશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે, અને તે અસંગદશાને હેતુ વૈરાગ્ય ને ઉપશમ છે જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રમાં કહેલ છેવિસ્તારેલ છે. માટે નિઃસંશયપણે યોગવાસિષ્ઠાદિ વૈરાગ્ય ઉપશમના હેતુ એવા સાથે વિચારવા યોગ્ય છે.
તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કોઈ બીજા મુમુક્ષને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર
- પરમાર્થ સિવાય બીજો કોઈ હેતું નથી. વિષમ લાકમાઈને પ્રતિકાર
" અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બંધ થયે; જે બેધ વડે જીવમાં શાંતિ આવી; સમાધિદશા થઇ, તે બોધ આ જગતમાં કઈ અનંત પુણ્યના જેગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમ કાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહગ બન્યું, તે કઈ રીતે ખેદ થાય છે. તથાપિ તે પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે. પણ તે દેહગમાં કોઈ કોઈ વખત કઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લોકમાર્ગને પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે; જે જગમાને જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યો છે. પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરે એવા આગ્રહ માટે કંઈ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org