________________
શ્રીમદુની શિક્ષા
૨૧૭ ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફ પ્રતીતિ
આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. સ્વરૂપપ્રાપ્તિનો માર્ગ અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાર
વિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોને બેધલક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણુ છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધો. એ માર્ગની આરાધના વિના અનાદિ કાળથી જીવે પરિભ્રમણ કર્યું. જ્યાં સુધી જીવને સ્વછંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી; (અંધત્વ ટાળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરે, દઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું; તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજે. અનાદિ કાળથી જીવ અવળે માર્ગ ચાલ્યો છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે. તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. “સૂયગડાંગ' સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, ક્ષમાર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છેઃ “હે! આયુષ્મત! આ છ સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેના ઉપદેશને સાંભળ્યાં નથીઃ અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મ સ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્મા સ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે. “ગુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષે માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.' એક આ સ્થળે નહીં, પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ કહેવાનો લક્ષ છે. -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org