________________
શ્રીમદની સચ્છિક્ષા
૨૧૫ મુમુક્ષતા વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. અને તેને લીધે સ્વછંદને નાશ હોય છે.
“સ્વછંદ જ્યાં થેડી અથવા ઘણી હાનિ પામે છે ત્યાં તેટલી જગ્યભૂમિકા બીજ યુગ્ય થાય છે. સ્વછંદ જ્યાં પ્રાયે દબાયે છે ત્યાં પછી “માર્ગપ્રાપ્તિ’ને રેકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છે.
“આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દેવતાની ઓછાઈ; અને પદાર્થને અનિર્ણયઃ એ બધાં કારણે ટાળવાનું બીજ હવે પછી કહેશું–તે પહેલાં તે જ કારણેને અધિકતાથી કહીએ છયે. આ લોકની અ૫ પણ સુખેચછા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની
ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં મુમુક્ષતાને રોકનાર કારણે-નિઃશંકપણે “તે સત’ છે, એવું દૃઢ ત્રણ કારણે થયું નથી અથવા તે પરમાનંદ રૂપ જ છે,
એમ પણ નિશ્ચય નથી; અથવા તે મુમુક્ષતામાં પણ કેટલાક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાનાં કારણે પણ પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે જેથી જીવની જગ્યતા રેકાઈ જાય છે.
“સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ” એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે. અને એ બુદ્ધિ પરમ દૈન્યતા સૂચવે છે, જેથી સર્વ પ્રાણું વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જયાં સુધી આવરિત રહ્યું છે, ત્યાં સુધી જીવની જેગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.
“કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જેગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયું હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org