________________
૨૧૪
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાય બુદ્ધિને પર્યાયાંતર કરી સબુદ્ધિ કરે છે. અને તે બુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય ટળવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ–આત્મભાવ વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હેય છે. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મેહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે, અને તે વાત ઉપરથી ઉપર જણાવ્યા છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિ બેધતી જોવામાં આવે છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણ કરવા ઇચ્છે છે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલ છવ પ્રતિબુઝ (સમજતો) નથી; અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિને પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કે જેને સંભવ કયારે પણ થઈ શકો નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહીં.”
ક્યા ઈચ્છત ખોવત સબે, હે ઇચ્છા દુઃખમૂલ; દુઃખનું મૂળ જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ”
“દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” “મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુંઝાઈ એક
મેક્ષને વિષે જ યત્ન કરો. અને તીવ્ર મુમુક્ષતા મુમુક્ષતા
એ છે કે અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષતા વિષે અત્રે જણાવવું નથી પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org