________________
શ્રીમદની શિક્ષા
પ્રત્યક્ષ સદ્દગુરુગથી સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણું થાય. સ્વછંદ મતઆગ્રહ તજી, વર્તે સગુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજદે ન મરાય;
જાતાં સદ્દગુરુશરણમાં, અ૮૫ પ્રયાસે જાય.” વળી તેઓ લખે છેઃ
અનંતકાળ સુધી છવ નિજ ઈદે ચાલી પરિશ્રમ કરે, તે પણ પોતે પિતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અનમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે; છતાં લોકો લજજાદિ કારણોથી અજ્ઞાનીને આશ્રય છોડતા નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
“શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.”
પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જે કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દેષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલમાં જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અને હેય તે તેથી તૃષા છીપે.
જીવ પિતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી કંઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org