________________
અંતિમ ચર્યા ઉપર બેજા રૂપ કરી રાખ્યા.
હે! મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખે મનુષ્યને તેં ભાગ લીધે, તે પણ તું તૃપ્ત થયું નહીં; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ તે આ દેહને જ પ્રથમ ભક્ષ તારે કર હતો કે આવા પરમ શાંત પ્રભુને તેં જન્માક્તરને વિયાગ કરાવ્યો ! તારી નિર્દયા અને કઠેરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઈ મારા સામું જુએ છે!
હે! શાસનદેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણાગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડયું છે તેને વિચાર જ ન કર્યો?
હે! પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજે દયાળુ થાય જ કેણ? હે! પ્રભુ, તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કમળ વાણી, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું, સમ્યફજ્ઞાન, સમ્યફદર્શન અને સમારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બેધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવે આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે. તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે ? આપના પરમેસ્કૃષ્ટ ગુણેનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું ગબળ, આપે પ્રકાશિત કરેલાં વચને અને આપેલું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org