________________
૨૦૨
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
વખતે ગામમાં આવ્યા ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાત કરતા હતા; તે વિષે તેમણે તપાસ કરતાં શ્રીમદુના દેહાંતના સમાચાર મળ્યા કે તુર્ત પાછા જંગલમાં તે ચાલી નીકળ્યા અને આહારપાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણું જ આઘાત લાગ્યો હતો. તે દિવસે મુનિશ્રીએ પાણું પણ વાપર્યું નહિ. રાત્રે બીજા મુનિઓએ પણ તેમની સારવાર ઘણી કરી હતી. ધર્મનું મહાન અવલંબન અને પિષણ આપનાર કલ્પવૃક્ષ સમાન શ્રીમદ્દ સદ્દગુરુને વિયોગ દરેક ધર્માત્માને અસહ્ય થઈ પડે છે.
“સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર છે ? સમયે જિન સ્વરૂપ.” એમ આત્મસિદ્ધિમાં કહ્યું છે, તેમ જેને આત્મદાનને લાભ મળે છે તેને તે ઉપકાર સમજાયાથી સદગુરુનો વિગ અસહ્ય થઈ પડે છે.
શ્રી અંબાલાલભાઈએ પિતાનું હૃદય નીચેના પત્રમાં પ્રગટ કર્યું છે?
વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હેય, તે વૃક્ષમાં નિરાંકતાથી શાંતપણે કમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનાર પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય ! અહાહા ! તે વખતના દુઃખનું મેટા કવીશ્વરે પણ વર્ણન કરવામાં અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અઘોર અટવિને વિષે આ પામર જીવને આપ હે ! પ્રભુ, તમે ક્યાં ગયા?
હે! ભારતભૂમિ, શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુને ભારે તારાથી વહન ન થયે? જો તેમજ હોય તે આ પામરને જ ભાર તારે હળવે કર હતો; કે નાહક તેં તારી પૃથ્વી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org