________________
અંતિમ ચર્યા તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ધશંકા, મેઢે પાણું કે આંખે પાણી કે પરસે કંઈ પણ પિણ આઠથી બે વાગ્યા સુધીપ્રાણ છૂટા પડયા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હમેશાં દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહને સંબંધ છૂટ. પાંચછ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ધારશીભાઈ અને નવલચંદભાઈની પાસે છે. પિતે તદ્દન વિતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કોઈ પણ પ્રકારે તેઓશ્રીએ પિતાનું માની પ્રવૃત્તિ કરેલી નહીં, ઉદાસીનપણું જ એગ્ય ધાર્યું હતું. હવે આપણે કેનું અવલંબન રહ્યું ? માત્ર તેઓશ્રીનાં વચનામૃતનું અને તેમના સદ્વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.”
સંવત ૧૯૫૭ ના ચૈત્ર વદ ૫ ને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા આ ક્ષેત્ર અને નાશવંત દેહને ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે પુરુષોને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમને વિયાગ તેમને લાગ્યો હતો.
શ્રીમનાં ધર્મપત્ની પિતાને કાળ એકાંતમાં તેમણે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં. બહુ જ થોડા કાળમાં તેમને પણ દેહ છૂટી ગયો હતો. તેમનાં માતુશ્રીનું હૈયું બહુ કોમળ હતું. કોઈ શ્રીમની વાત કાઢે તે તેમની આંખે આંસુથી ભરાઈ જતી. - શ્રીમદ્દના દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતા અને એકાંત જંગલમાં તેમને રહેવાને અભ્યાસ હતો. તે પારણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org