________________
૨૦૦
99
લલ્લુજી મુનિ. પછી કેટલાંક પદ તેમને લખાવ્યાં હતાં.
ભાઇ મનસુખભાઇએ શ્રીમદ્ની આખર સુધીની સ્થિતિ ટૂંકામાં એક પત્રમાં લખી છે તે આ પ્રમાણે છેઃ
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
.
“મનદુ:ખ—હું છેવટની પળ પર્યંત અસાવધ રહ્યા. તે પવિત્રાભાએ આડકતરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઇને સમજી શક્યા નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેકવાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંધ અને મૂર્ખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતા. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઇ, નરભેરામ, હું વગેરે ભાઇઓને કહ્યું: ‘ તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવસ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાના છે. તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશેા. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકાવાની હતી તે કહેવાના સમય નથી. તમે પુરુષાર્થ કરશેા. આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તે એમ બમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઇ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિંત રહેજો. ભાઇનું સમાધિમૃત્યુ છે. ઉપાયેા કરતાં શરદી થઈ ગઇ. પાણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પાણા નવે કહ્યું: ‘ મનસુખ, દુઃખ ન પામતે; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું. સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢયા હતા, તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરવા. ત્યારે તેએશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઇ શકાય એવી કૉચ ઉપર વ્યવસ્થા કરી, જેઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડયા; લેશ માત્ર આત્મા છૂટા થવાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ એછા થવા લાગ્યા તેમ
'
?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org