________________
અંતિમ ચાઁ
૧૯૯
તેની સાથે પરાપકારવૃત્તિ પણ તેટલી જ પ્રબળ હતી. સં. ૧૯૫૭માં તે એક પત્ર દ્વારા જણાવે છે: “લાકકલ્યાણુ હિતરૂપ છે. પેાતાની ચેાગ્યતાની ન્યૂનતાથી અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણુ લક્ષ રાખવાના છે.
99
હવાફેર માટે દરિયાકિનારે મુંબઈમાં માટુંગા, શિવ અને નવસારી તરફ તિથલ વગેરે સ્થળાએ રહેવું થયું હતું. પછી વઢવાણ કેમ્પમાં લીંબડીના ઉતારામાં થાડા વખત રહેવાનું બન્યું હતું. ત્યાં વઢવાણુમાં છેલ્લા પદ્માસન અને કાઉસગ્ગ મુદ્રાના બન્ને ચિત્રપટ ( ફોટા ) ભાઇ સુખલાલની માગણીથી પડાવ્યા હતા. પછીથી રાજકાટ રહેવાનું રાખ્યું હતું. ત્યાં ઘણાખરા મુમુક્ષુઓ આવતા પણુ શરીર ઘણું અશક્ત હાવાના કારણે દાક્તરાએ વાતચીત વિશેષ ન થાય તેવી તજવીજ રખાવી હતી. પત્રા લખાવવા પડે તે એક એ લીટીના જ લખાવતા. રાજકોટના છેલ્લા પત્રા અત્રે આપ્યા છેઃ
સં. ૧૯૫૭ ફાગણ વદ ૧૩, સામ. ૐ શરીર સંબંધમાં ખીજીવાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયા. જ્ઞાનીઓના સનાતન સન્માર્ગે જયવંત વર્તો.
સં. ૧૯૫૭ ચૈત્ર શુ. ૨ શુક્ર. ૐ અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમેનમઃ વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશેાક શે? ૩ઃ શાંતિઃ ॥
ભાઇ મનસુખભાઇ તેમના નાના ભાઈ, રેવાશંકરભાઇ, ડૉ. પ્રાણુજીવનદાસ, લીમડીવાળા ભાઇ મનસુખભાઇ વગેરે શ્રીમદ્ની સેવામાં ટૅટ સુધી રહેલા. એક અઠવાડિયા પહેલાં ભાઈ ધારશીભાઇ તથા નવલચંદભાઇ શ્રીમદ્ની પાસે આવ્યા ત્યારે વાતચીતના પ્રસંગમાં શ્રીમદે ધારશીભાઇને કહેલું: “ અમારી હયાતીમાં ચાર પુરુષો આત્મજ્ઞાન પામ્યાઃ શ્રી જાટાભાઇ, શ્રી સેાભાગ્યભાઇ, શ્રી અંબાલાલ અને શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org