________________
२०४
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા બેધબીજ મારું રક્ષણ કરે, એ જ સદૈવ ઈચ્છું છું. આપે સદેવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહિ કરું.
“ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિદિવસ રડી રડીને કહું છું. કાંઈ સૂઝ પડતી નથી.”
શ્રીમદ્દના દેહોત્સર્ગ પછી “પાયોનિયર પત્રમાં પ્રગટ થયેલી જીવનરેખામાંથી થોડું નીચે આપ્યું છે:
વ્યાપાર કર્યાને દશ વર્ષ થયાં પછી તેઓને (શ્રીમને) લાગ્યું કે જે હેતુથી વ્યાપારધંધામાં પ્રયાણ કર્યું હતું તે હેતુ પિતે પૂર્ણ કર્યો હતે; તેથી વ્યાપારની સાથેને પિતાને સંબંધ નિવૃત્તવાની ઇચ્છા તેઓએ જણાવી. જ્ઞાન, ધનસંપત્તિ, સાંસારિક પદવી, કૌટુંબિક સુખ (કારણ કે તેઓને હૈયાત માતા, પિતા, એક પરિણીત બંધુ, ચાર પરિણત બહેને, સ્ત્રી, બે પુત્રો અને બે પુત્રીઓ હતાં ) પ્રાપ્ત કરી, સંસારનો ત્યાગ કરી સાધુ-મુનિનું જીવન ગાળવાની તેઓએ તૈયારી કરી. એટલામાં બત્રીશમા વર્ષની વયે તેઓની શારીરિક પ્રકૃતિ નબળી પડી. અનેક કુશળ ડોકટરોની સારવાર નીચે રાખવામાં આવ્યા અને એક વખત તે તેઓની પ્રકૃતિ સુધરી જવાની આશા રખાઈ. પરંતુ વ્યાધિએ ફરી દેખાવ દીધે; અને કાબેલિયતવાળી સારવાર તથા તેઓના પ્રશંસકની માવજત છતાં એક વર્ષ કરતાં વધારે બિછાનાવશ રહીને કાઠિયાવાડના રાજકોટ શહેરમાં ગયા માસની નવમી તારીખે (ઈ. સ. ૧૯૦૧ એપ્રિલ માસમાં) તેઓએ શાંતિથી દેહ વિલય કર્યો.
, “તેઓની લાંબી માંદગી દરમ્યાન તેઓએ કદી પણ નિશ્વાસ અથવા આર્તતા દાખવી નહતી. જ્યારે તેઓના બિછાનાની આસપાસના બીજા બધાએ ખેદયુક્ત થતાં ત્યારે પણ તેઓ આનંદ સમેત રહેતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org