________________
૧૯૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
પતિ
તમને જ રહ્યા. એ
સાધુ પુનઃ પુનઃ પૂછતા રહ્યા. એટલે અમે ઊભા થઈ સાધુને કહ્યું
મહારાજ' તમને મહાવીરના સોગન છે. તમે જે શાસ્ત્રો વાંચ્યાં છે તેમાં પ્રતિમા વિષે છે કે કેમ?” આથી સાધુ નિરુતર થઈ મૌન રહ્યા. પછી રેવાશંકરભાઈએ સાધુને ઠપકો આપતાં કહ્યું “આવા સમુદાયમાં આ વાત કાઢવાની હતી ? અને તમે આ વાત કરવા તેડાવ્યા હતા?” પછી અમે ચાલી નીકળ્યા.”
આ વખતે શ્રીમદ્ ત્રણેક માસ ઈડર રહ્યા હતા. ગુફામાં ઘણે વખત રહેતા; તથા વનોમાં વિચરતા. ઈડરથી વવાણિયા તરફ શ્રીમદ્ ત્રણેક માસ માટે ગયા હતા અને પાછા ફરી ઇડર થોડા વખત માટે આવી મુંબઈ ગયા. ત્યાં સાતઆઠ માસ રહ્યા હતા.
ધર્મપુરનાં જંગલોમાં પણ શેડે કાળ સં. ૧૯૫૬ માં શ્રીમદ્દ નિવૃત્તિ અર્થે રહ્યા હતા. ત્યાંથી વવાણિયા ગયા હતા અને મોરબીમાં પર્યુષણ પર્વ સુધી બે માસ રહ્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org