________________
ભાષાંતરો અને વિવેચને
શ્રી દશવૈકાલિક સિદ્ધાંતમાંથી શ્રીમદે સં. ૧૯૪૫ માં “સંયતિ મુનિધર્મ' વિષે ૫૧ બોલ લખેલા છે. પ્રથમના આઠ બેલ ચેથા અધ્યયનમાંથી ગુજરાતી ભાષામાં ઉતારેલા છે; નવમાંથી છત્રીશમા સુધીના બેલ છઠ્ઠા અધ્યયનની નવથી છત્રીસ ગાથાઓ ઉપરથી લખેલા છે અને છેલ્લા પંદર બેલ ચોથા અધ્યયનની છેવટની ગાથાઓમાંથી લીધેલા છે. કઈ કઈ વખતે લખી રાખેલા બેલ પ્રસિદ્ધ કરતાં એકત્ર છાયા હેય; તેવા પ્રકારે છૂટક ગાથાઓના સમૂહનું આ અવતરણ હોવા છતાં, મૂળ માગધી ભાષામાં જે રહસ્ય છે તે ટૂંકામાં તેવા જ ગંભીર ભાવદર્શક, રહસ્યાત્મક ભાષામાં, મૂળ ગાથાઓની વાચનારને આપોઆપ સ્મૃતિ થાય તેવું સરળ ગુજરાતી ભાષામાં અવતરણ કરેલું છે. કોઈ વખતે તો આખી ગાથાને અર્થ ટૂંકા વાકયમાં સમાઈ જતે હોય તો તે પરમાર્થદર્શક અસરકારક વાક્ય જ મૂકી દીધું છે. જેમકેછઠ્ઠા અધ્યયનની ૧૯મી ગાથાને અર્થઃ “લોભથી તૃણને પણ સ્પર્શ કર નહીં' એટલે જ કર્યો છે. એ પ્રમાણે શાસ્ત્રની સૂત્રાત્મક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org