________________
ઈડરના પહાડ ઉપર
૧૮૯ પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાંથી જાણતા હતા.”
શ્રી લલ્લુજીને તે સાંભળી ખેદ થયે, તેથી શ્રીમદને પૂછયું: * શું તે એમ જ રહેશે ?'
શ્રીમદે કહ્યું: “મુનિ, ખેદ કરશે નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું એક જાળા આડે અટકી જાય, પણ ફરી પુરપ્રવાહના વહનમાં જાળાથી જુદું પડીને મહાસમુદ્રમાં જઈને મળે છે, તેમ તેને પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમ પદને પામશે.”
તે જ પ્રસંગે શ્રીમદે કહ્યું: “મુનિઓ, જીવને અનંતકાળ પરિભ્રમણ કરાવનાર માને છે. માન એવું બળવાન છે કે મોટામેટાને તેણે મારી નાખ્યા છે. અમે એક વખત મોરબી પાસેના ગામડામાં ગયા હતા. ત્યાં લીંબડી સંઘાડાના સાધુ મેટા છવણજી ત્યાં હતા. વાતના પ્રસંગે તેમની જન્મતિથિ કહી બતાવી, ત્યારે તેમણે પૂછ્યું: “તમે શાથી જાણ્યું? ” અમે કહ્યું: “આત્માની નિર્મળતાથી તે જાણું શકાય છે.’ આ વાત સમજવા તેમની ઉત્કંઠા વધી. તેથી અમે મોરબી ગયા ત્યારે તે સાધુ મોરબી આવ્યા. અમે રેવાશંકરભાઈને ત્યાં ઊતર્યા હતા, ત્યાં એક માસ સુધી ફેરા ખાતા પણ અમારી સાથે વાતચીતને પ્રસંગ ન બન્યા. પછી રેવાશંકરભાઈ અને અમારાં ફેઇને તે સાધુએ બહુ રીતે સમજાવીને કહ્યું કે અમારે સાધુનો ગૃહસ્થને ઘેર વારેવારે આવવાને અધિકાર નહીં. માટે તે એક વાર અપાસરે પધારે તો ઠીક. તેથી રેવાશંકરભાઈ તથા ફેઈએ બહુ બહુ કરીને આગ્રહ કર્યો. ત્યારે અમે કહ્યું કે પરિણામ સારું નહીં આવે. તેમને આત્માર્થની ઇચ્છા નથી; બીજી ઈચ્છા છે. તે પણ રેવાશંકરભાઈને આગ્રહ થવાથી તેમની સાથે ઉપાશ્રયે અમે ગયા. આ વખતે ઉપાશ્રયમાં ઘણું માણસે એકઠાં મળેલાં હતાં. અમે બેઠા પછી મહારાજે પેલી વાત પડતી મૂકી પૂછયું કે શાસ્ત્રમાં પ્રતિભા વિષે પ્રતિપાદન છે કે કેમ? તે વિષે આપનો શો અભિપ્રાય છે ? તે સાંભળી અમે મન રહ્યા. પરંતુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org