________________
૧૮૬
શ્રીમદ રાજચંદ્ર જીવનક છીએ એમ દેખે, પછી આપણે અહીંથી ઊઠી જઈએ ત્યારે તે રૂપે દેખે, એમ સિદ્ધના જ્ઞાનના પર્યાય પલટાય છે.”
એક વાગવા આવેલો હોવાથી સર્વે ગામ તરફ ચાલ્યા. શ્રીમદ્ દિવ્ય સંગ્રહની પ્રથમ ગાથાનું મોટેથી રટણ કરતા કરતા ચાલતા હતા. તે ગાથા:
" जीवमजीवं दव्य, जिणवर वसहेण जेणणिदिलु। સેવિંદ વિંદ વંદું વેઢે તં સગા સિરસા | ૧.” (દ્રવ્ય સંગ્રહ)
એક દિવસે તે સાંકેતિક આમ્રવૃક્ષ નીચે સાતે મુનિઓ સાથે શ્રીમદ્ બેઠા હતા. ઠાકરશીને ડુંગર ઉપરનાં દેરાસરની કુંચીઓ લેવા મેક હતા. તે વખતે મુનિ મેહનલાલજીએ શ્રીમને વિનંતિ કરી કે આહાર કરી રહ્યા પછી મુહપતી બાંધતાં મને વાર લાગે છે તેથી મહારાજ (શ્રી લલ્લુજી) મને દંડ આપે છે. ત્યારે શ્રીમદે કહ્યું “બધા મુહપતી કાઢી નાખો અને ઈડરની આસપાસ ૨૦ ગાઉ સુધી બાંધશે નહીં. કેઈ આવીને પૂછે તે શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું.” કુંચીઓ લઈને ઠાકરશી આવ્યા એટલે દેરાસરો તથા ભુરા બાવાની ગુફા વગેરે પ્રસિદ્ધ સ્થળે મુનિઓને બતાવવાની આજ્ઞા કરી પિતે એકલા ચાલ્યા ગયા.
કલ્પવૃક્ષ સમાન એ આમ્રવૃક્ષની નીચે છેલ્લે દિવસે સાતે મુનિઓ રાહ જોઈ રહ્યા હતા એટલામાં શ્રીમદ્ પણ આવ્યા અને એક વિકટ રસ્તે સર્વને દેરીને ચાલવા લાગ્યા. વેલસી રખ નામે વૃદ્ધ મુનિ બોલ્યા: “આજે મંડળમાંથી એકાદ જણને અહીં જ મૂકી જશે કે શું? આ ઉપર જવાને માર્ગ બહુ વિકટ છે અને આપણને તે અત્યારથી અંતર પડે છે અને તેઓશ્રી તે ઘણા ઉતાવળા ઉપર ચઢે છે.”
શ્રીમદ વહેલા ઉપર પહોંચી એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org