________________
ઈડરના પહાડ ઉપર
ચાલવા લાગ્યા. પછી ઊંચે જતાં એક શિલા આવી ત્યાં પૂર્વ તરફ મુખ રાખીને શ્રીમદ્ બેઠા. સન્મુખ બધા મુનિઓ બેઠા. ઈડરના પુસ્તક ભંડારને ઘણાં વરસેથી શ્વેતાંબર દિગબરની માલિકીની તકરારને લઈને તાળાં વાસેલાં રહ્યાં હતાં. તે ભંડાર જોવાની ઈડરના મહારાજાની ઓળખાણે શ્રીમને તક મળેલી તેમાંથી દ્રવ્યસંગ્રહ ગ્રંથ પિતે અત્રે લાવ્યા હતા, તેમાંથી વાંચવાનું શરૂ કર્યું. અર્ધ ગ્રંથ વંચાય ત્યારે વૈરાગ્ય દશામાં આવી શ્રી દેવકરણછ બેલ્યાઃ “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે?”
શ્રીમદે કહ્યું: “કોણ કહે છે કે ગામમાં જાઓ.” શ્રી દેવકરણજી બોલ્યાઃ “શું કરીએ? પેટ પડયું છે.”
શ્રીમદે કહ્યું: “મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને અર્થ છે. મુનિને પેટ ન હોત તે ગામમાં ન જતાં પહાડની ગુફામાં વસી, કેવળ વીતરાગ ભાવે રહી જંગલમાં જ વિચરત; તેથી જગતના કલ્યાણ રૂપ થઈ શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.”
થડી વારે શ્રીમદે પ્રશ્ન કર્યો “ોગના અભ્યાસીઓ ધ્યાનમાં પિતાને અમુક પ્રકાશ દેખતા હોવાનું જણાવે છે તે શું હશે ?”
એ પ્રશ્નને ઉત્તર કેઈ આપી શક્યા નહીં ત્યારે પિતે તે પ્રશ્નને ખુલાસે કર્યો. “ ધ્યાનની અંદર જેવું ચિંતવે તેવું તે ગાભ્યાસીને દેખાય છે. દષ્ટાંત તરીકે, ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી. પણ તેને જાણનાર જે છે તે આભા છે.”
પછી, એક સમયમાં ત્રણે લોકના પદાર્થોનાં ત્રણે કાળનાં સ્વરૂપે જાણનાર કેવળજ્ઞાનમાં પર્યાયે પલટાય છે, તે કેવી રીતે પલટાય છે? તે વિષે ખુલાસે શ્રીમદે કર્યો કે સિદ્ધ ભગવાનને જે કેવળજ્ઞાન છે તે કેવળજ્ઞાન દર્શનવડે આપણે અહીં આટલા બેઠા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org