________________
૧૯
ઈડરના પહાડ ઉપર
ઈડરમાં શ્રીમના કાકાસસરા ડો. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા ઇડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. તેમને ત્યાં સં. ૧૯૫૫માં શ્રીમદ્ રહ્યા હતા. તે વખતે ગામમાં ઘણું કરીને ભજન જેટલા દિવસે કાળ ગાળતા; અને ઘણેખરે વખત ઈડરનાં પહાડ અને જંગલમાં પસાર કરતા. શ્રીમદે ડોકટર પ્રાણજીવનદાસને ખાસ મનાઈ કરેલી હોવાથી જનસમાજમાં તેમના આવાગમન સંબંધી કઈ વાત બહાર પડતી નહિ. ઈડરના મરહુમ મહારાજા સાહેબે તેમની એકબે વખત મુલાકાત લીધેલી તે દરમ્યાન જ્ઞાનવાત થયેલી તેને સાર “દેશી રાજ્ય” નામના માસિકમાં ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયે છે તે નીચે પ્રમાણે છેઃ
મહારાજાઃ “લોકેમાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી” એને અર્થ શું?
શ્રીમદ્દ “રાજપદવી પ્રાપ્ત થવી એ પૂર્વનાં પુણ્ય અને તપોબળનું ફળ છે. તેના બે પ્રકાર છેઃ એક “પુણ્યાનુબંધી પુણ્ય' અને બીજું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org