________________
૧૮૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળ
“પાપાનુબંધી પુણ્ય'. પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ પ્રાપ્ત થયેલી રાજપદવી ધારણ કરનાર સદા સવગુણપ્રધાન રહી, પોતાની રાજસત્તાને સદુપયોગ કરી પ્રજાને પિતે એક માનીતે નોકર છે એવી ભાવના. રાખી પુણ્ય કર્મો જ ઉપાર્જન કરે છે.
હવે પાપાનુબંધી પુણ્યના ફળરૂપ રાજસત્તા ધારણ કરનાર રજ તમો-ગુણપ્રધાન રહી રાજસત્તા ભોગવવામાં ઇન્દ્રિયઆરામી રહી, પ્રજા તરફની પિતાની ફરજે ભૂલી જાય છે; અર્થાત અનેક પ્રકારના અધમ જાતના કરે પ્રજા ઉપર નાખી પાપકર્મો ઉપાર્જન કરે છે.
“ આ બે પ્રકારના નૃપતિઓ પૈકી પહેલી પંક્તિના આગળ વધી ચક્રવર્તી, ઈન્દ્ર આદિ દેવલોક સુધી ચઢે છે; અને બીજા પ્રકારના નીચે નરક ગતિને પ્રાપ્ત થાય છે, તેમને “રાજેશ્રી તે નરકેશ્રી' એ કહેવત લાગુ પડે છે. - “આ કળિયુગ છે. તેમાં પહેલા પ્રકારના નૃપતિએ થવા દુર્લભ છે. બીજા પ્રકારની વિભૂતિવાળા જ ઘણું કરીને હોય છે. તેથી આ કહેવત આ યુગમાં પ્રચલિત છે. તે બધાને લાગુ પડી શકે નહિ. ફક્ત આપખુદી સત્તા ભેગવનાર, પ્રજાને પીડી, રાજ્યનું દ્રવ્ય કુમાર્ગ વાપરનાર રાજાઓને જ લાગુ પડે છે.
મહારાજા “આ ઈડર પ્રદેશ સંબંધી આપના શા વિચારો છે?” - શ્રીમદ “આ પ્રદેશનાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિને પુરાવા આપે છે. જુઓ તમારે ઈડરીઓ ગઢ, તે ઉપરનાં જૈન દેરાસર, રૂખી રાણીનું માળિયુંરણમલની ચેકી, મહાત્માઓની ગુફાઓ, અને ઔષધિ વનસ્પતિઃ આ બધું અલૌકિક ખ્યાલ આપે છે. જિન તીર્થકરોની છેલ્લી ચોવીસીના પહેલા આદિનાથ (ઋષભદેવ-કેસરીઆઇ) અને છેલ્લા મહાવીર સ્વામીનાં નામ આપે સાંભળ્યા હશે. જિન શાસનને પૂર્ણપણે પ્રકાશ,
જભવ-સીન તીર્થકરોની
મીનાં નામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org