________________
૧૨
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
શ્રીમદે ઉત્તર દીધેઃ “હા, આત્મા છે.” પ્રશ્નઃ “અનુભવથી કહે છે કે આત્મા છે ?” ઉત્તરઃ “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના
સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગોચર છે; તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવ
ગોચર છે; પણ તે છે જ.” પ્રશ્નઃ “જીવ એક છે કે અનેક છે? આપના અનુભવને ઉત્તર
ઇચ્છું .” ઉત્તરઃ “છ અનેક છે.” પ્રશ્નઃ “જડ, કર્મ એ વસ્તુતઃ છે? કે માયિક છે ?” ઉત્તરઃ “જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી.” પ્રશ્નઃ “પુનર્જન્મ છે?” ઉત્તરઃ “હા, પુનર્જન્મ છે.” પ્રશ્ન: “વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ
માને છે ? ઉત્તરઃ “ના.” પ્રશ્નઃ “દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે
કઈ તત્વનું બનેલું છે?” ઉત્તરઃ “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક
તત્ત્વનું બનેલું છે.”
ખેડાથી શ્રીમદ્દ મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ ગયા હતા. એકાદ માસમાં શ્રીમને ઈડર નિવૃત્તિ અર્થે જવાને અવકાશ પ્રાપ્ત થયે. નડિયાદ સ્ટેશને મોતીલાલ મળ્યા તેમને મુનિઓ વિષે પૂછતાં મેંતીલાલ કહ્યું કે બધા મુનિઓ અહીં છે. ઈડર નિવૃત્તિ અર્થે પોતે જાય છે એવા સમાચાર છેવટે મુનિઓને કહેવરાવ્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org