________________
૧૭૭
ચરોતરમાં પુનરાગમન
લક્ષ્મીચંદજીએ કહ્યું: “હું કંઈ સમજ નથી.” શ્રીમદે કહ્યું: “અમારા ઉપર તમને આસ્થા છે?” લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું: “હા, અમને પૂર્ણ આસ્થા છે.”
શ્રીમદે કહ્યું: “અમારા કહેવા પ્રમાણે ચાલશે તો ભણેલા કરતાં તમારો વહેલો મેક્ષ થશે. માટે તમને ચાદ પૂર્વ સાર કહીએ છીએ કે વિકલ્પો ઊઠવા દેવા નહીં, અને વિકલ્પો ઊઠે તેને દબાવી દેવા.” - ખેડાના તે જ બંગલામાં એક દિવસે ચારે મુનિઓ શ્રીમદ્દ પાસે ગયા ત્યારે શ્રીમદે કહ્યું: “આજે અમારે તમારી સાથે બેસવું નથી.” પરંતુ મુનિઓ અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી શ્રીમદ્દની મુદ્રા પર દષ્ટિ રાખી બેસી રહ્યા. છેવટે શ્રીમદ્દ બોલ્યાઃ “આજે અમારે બોલવું નહોતું, પણ કહીએ છીએ કે તમે શું કરે છે?”
મુનિઓએ કહ્યું. “અમે આપની મુખમુદ્રાને જોયા કરીએ છીએ.”
શ્રીમદે કહ્યું: “આજે અંતરમાં ઊડું બી વાવીએ છીએ. પછી તમારે જે ક્ષયપશમ હશે તે પ્રમાણે લાભ થશે” એમ કહી અદ્દભુત બેધદાન દીધું.
પછી શ્રીમદે કહ્યું: “આ બધને તમે બધા નિવૃત્તિક્ષેત્રે એકઠા થઈને બહુ વિચારશે તે ઘણું લાભ થશે.”
ચોમાસુ ઊતરતાં વિહાર કરી વસે અને ખેડાથી બધા મુનિઓ નડિયાદ આવ્યા અને શ્રીમને દરેકને સમાગમ થયો હતો તે પ્રસંગના અનુભવની પરસ્પર આપ લે કરી આનંદની વૃદ્ધિ કરતા થડે કાળ નડિયાદમાં જ રહ્યા.
ખેડામાં એક વેદાંતવિદ વકીલ સાથે શ્રીમહને વાતચીત થઈ હતી તે પ્રસંગે થયેલા પ્રશ્નોત્તર નીચે પ્રમાણે છેઃ
વકીલે પ્રશ્ન કર્યો “આત્મા છે?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org