________________
૧૭૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
આપે કહ્યું તેમ જ થયું, ફળ પાયું, રસ ચાખે, શાંત થયા; આજ્ઞા વડીએ હમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સતપુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમ કૃપાળુ દેવે પૂર્ણ કૃપા કરી છે. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દશમું સમાધિ અધ્યયન મારી પાસે કાવ્ય બોલાવી, પરમગુરુ સ્પષ્ટ ખુલ્લા અર્થ કરી, સમજાવતા હતા; પૂર્ણ સાંભળ્યું. વળી તેરમું યથાતથ્ય અધ્યયન મારી સમીપ બે દિવસ એકાંતમાં વાચવા આપ્યું હતું. તે પછી પોતે ખુલા અર્થ સમજાવ્યા હતા. અલ્પ બુદ્ધિ વડે કંઈક સ્મરણમાં લેવાયા હશે. અમે એક આહારને વખત એળે ગુમાવીએ છીએ. બાકી તો સદગુરુ સેવામાં કાળ વ્યતીત થાય છે; એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે. એટલે હાલમાં પત્રાદિથી જણાવવાનું બન્યું નથી, તેની ક્ષમાપના ઈચ્છું છું. લખવાનું એ જ હર્ષ સહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે શરીર કૃશ કરી, માંહેનું તત્વ શોધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષય કષાય રૂ૫ ચેરને અંદરથી બહાર કાઢી, બાળી જાળી ફૂંકી મૂકી, તેનું સ્નાન સૂતક કરી, તેનો દહાડે પવાડે કરી શાંત થાઓ; છૂટી જાઓ; શભાઈ જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરે. જ્ઞાની સગુરુનાં ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદગુરુવચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે, તે તે આરાધના એ જ મેક્ષ છે; મેક્ષ બતાવે છે.”
શ્રી દેવકરણજી સાથે લક્ષ્મીચંદજી મુનિ હતા તેમને શ્રીમદે એક દિવસે કહ્યું: “તમારે ધ્યાન કરવું હોય તે વખતે પદ્માસનવાળી હાથ ઉપર હાથ રાખી નાસિકા ઉપર દૃષ્ટિ રાખીને કરવું, તેમાં “લેગસ્સ' અગર “પંચ પરમેષ્ઠી મંત્ર જાપ કરે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org