________________
ચરોતરમાં પુનરાગમન
૧૭૫
પરમકૃપાળુ મુનિશ્રીની સેવામાં-મુ. વસો શુભક્ષેત્ર. ખેડાથી લી. મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
ઉત્તરાધ્યયન'ના બત્રીસમા અધ્યયનને બંધ થતાં અસહુ ગુરુની ભ્રાંતિ ગઈ; સગુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થ, તે વખતે રોમાંચિત ઉલસ્યાં; સન્દુરુષની પ્રતીતિને દૃઢ નિશ્ચય રોમ રોમ ઊતરી ગયો. આજ્ઞાવશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષય–આસક્તિના નિકંદન થવા વિષે અભુત, આશ્ચર્ય–ઉપદેશ થયે કે નિદ્રાદિ, ધાદિ પ્રકૃતિ પ્રત્યે શત્રુભાવે વર્તવું, તેને અપમાન દેવું, તેમ છતાં ન માને તો ક્રૂર થઈ તે ઉપશમાવવા ગાળી દેવી, તેમ છતાં ન માને તે ખ્યાલમાં રાખી, વખત આવ્યે મારી નાખવી, ક્ષત્રિય ભાવે વર્તવું; તે જ વૈરીઓને પરાજય કરી સમાધિ સુખને પામશો. વળી પરમ ગુરુની વનક્ષેત્ર (ઉત્તરખંડા) ની દશા વિશેષ, અભુત વૈરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્મજ્ઞાની વાત સાંભળી દિમૂઢ થઈ ગયેઃ
એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમ) ઉતરેલા તે મુકામે ગયે. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમ કૃપાળુ દેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્દભુત દશા મારા જેવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતે થઈશ તે તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પિતાને કહે છે -
અડતાળીસની સાલમાં (સં. ૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસી ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત ગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અભુત જોગીન્દ્ર પરમ શાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org