________________
૧૭૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આ વનક્ષેત્રે શ્રીમદ્દ બે રૂપિયાભાર લોટની રોટલી તથા થોડું દૂધ આખા દિવસમાં વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહિ. એક પંચિયું વચમાંથી પહેરતા અને બન્ને છેડા સામસામા ખભા ઉપર નાખતા. એક વખતે શ્રીમદે કહેલું કે આ શરીર મારી સાથે કજિયે કરે છે; પણ અમે પાર પડવા દેતા નથી.
ઉત્તરખંડાથી શ્રીમદ્ મોતીલાલ સાથે જોડાગાડીમાં બેસીને ખેડા ગયા. બંગલે મુકામ કર્યો હતે. શ્રી અંબાલાલભાઈ ખેડા આવી બે દિવસ ગામમાં રહ્યા હતા અને દર્શન કરવાની આજ્ઞા મેળવવા પ્રયત્ન કરતા હતા. શ્રીમની આજ્ઞા પછી મળી ત્યારે તેમને દર્શન થયાં હતાં.
એક દિવસ ફરવા જતાં મોતીલાલે પિતાનાં નવાં પગરખાં શ્રીમદના આગળ મૂક્યાં, તે તેમણે પહેરી લીધાં. ગાઉ દેઢ ગાઉ ચાલ્યા પછી એક જગાએ બેઠા ત્યાં મેંતીલાલે પગ તરફ નજર કરી તે, પગરખાં ડંખેલાં અને ચામડી ઉખડી હતી ત્યાંથી લોહી નીકળતું હતું. શ્રીમનું તે તરફ લક્ષ નહોતું. મોતીલાલને ખેદ થયો. પગરખાં કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી ધૂળ ચટેલી દૂર કરી. મેંતીલાલ પછીથી તે પગરખાં ઊંચકી લીધાં. આગળ ચાલતાં લીમડા ઉપર વાંદરો હતો તેના તરફ જોઈને શ્રીમદ્દ હસ્યા અને બેલ્યાઃ “મહાત્મા, પરિગ્રહ રહિત છે અને અપ્રતિબંધ સ્થળ ભોગવે છે પણ યાદ રાખજે કે હમણાં મોક્ષ નથી.”
- શ્રી દેવકરણજી આદિ મુનિએ આ વખતે ખેડામાં હતા. તેમને ત્રેિવીસ દિવસ શ્રીમદ્દ સમાગમ રહ્યા. ઘણી વખત મુનિઓને લાભ ભળતો અને શ્રી દેવકરણજી પ્રજ્ઞાવંત હોવાથી તેમના આગ્રહ દૂર થઈ શ્રીમદ્દ ઉપર સારી શ્રદ્ધા બેઠી; તેનું વર્ણન પિતે શ્રી લલ્લુજી ઉપર વસો પત્ર લખ્યો હતો તેમાં કહેલું છે, તે વિચારવા યોગ્ય હોવાથી અહીં આવે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org