________________
ચારેતરમાં પુનરાગમન
૧૭૩
જ્ઞાની હેત તે અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત. પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીને વેગ છે છતાં એવા વેગથી જાગૃત થતા નથી. પ્રમાદ દૂર કરે. જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડયા. પણ જીને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.”
એક દિવસે મોતીલાલે પિતાની પત્નીને સૂચના આપેલી કે મેલ ટ્રેન ગયા બાદ તમે જમવાનું લઇને બંગલા તરફ આવજે અને ત્રણ ચાર ખેતર દૂર બેસજે, ત્યાંથી હું આવીને લઈ જઈશ. પરંતુ તે બંગલા પાસે આવી પહોંચ્યાં, તેથી મોતીલાલે તે બાઈને બહુ ટપકે આ; કારણ કે બીમને તે વાત જણાવવાની જરૂર ન હતી. તે વાત શ્રીમદના જાણવામાં આવી ગઈ એટલે મેંતીલાલને કહ્યુંઃ “શા માટે તમે ખીજ્યા? તમે ધણીપણું બજાવ છો? નહીં, નહીં, એમ નહીં થવું જોઈએ. ઊલટે તમારે તે બાઈને ઉપકાર માનવો જોઈએ. એ બાઈ આઠમે ભવે મોક્ષપદ પામવાનાં છે. તે બાઈને અહીં આવવા દ્યો.”
મેતીલાલે તુરત જઇને બાઈને કહ્યું: “તમારે દર્શન કરવાની ઇચ્છા હોય તે આવ. તમને આવવાની આજ્ઞા આપી છે.”
તે બાઈ દર્શન કરી ગયાં. શ્રીમદે પ્રમાદ તજવા ઉપદેશ દીધે હતાઃ “પ્રમાદથી જાગૃત થાઓ; કેમ પુરુષાર્થ રહિત આમ મંદપણે વર્તે છે ? આ જોગ મળવો મહા વિકટ છે. મહા પુણે કરીને આ જોગ મળે છે તે વ્યર્થ કાં ગુમાવો છે ? જાગૃત થાઓ, જાગૃત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગૃત થવા માટે જ કહેવું થાય છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org