________________
૨૭૨
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
નીચે આવ્યા. એટલામાં એક પટેલ ગામમાંથી આવ્યા તેમણે અંબાલાલ શેઠ ક્યાં ગયા એમ પૂછયું એટલે મેંતીલાલે આજ્ઞા સિવાય ન કહી શકાય એમ કહી મેડે જઈ પટેલ સંબંધી વાત શ્રીમદુને જણાવી. શ્રીમદે કહ્યું: “પટેલને એમ કહે કે ખાવાપીવાની કંઈ અડચણ નથી.”
મેતીલાલે આવીને પટેલને તે પ્રમાણે કહ્યું એટલે પટેલ પાછા ચાલ્યા ગયા. પણ મોતીલાલને વિચાર થયો કે ખાવાપીવા સંબંધી હવે પૂછવું જોઈએ એટલે મેડે જઈને શ્રીમદને પૂછ્યું: “ખાવાપીવા માટે કેમ છે?”
શ્રીમદે કહ્યું: “તમે નડિયાદ જાઓ, તમારાં બાઈને નવરાવીને રોટલી તથા શાક કરાવજે. વાસણ લેખંડનું વાપરે નહીં, અને શાક વગેરેમાં પાણી તથા તેલ નાખે નહીં તેમ જણાવજે.”
મોતીલાલ નડિયાદ ગયા અને કહેલી સૂચના પ્રમાણે જેટલી અને શાક તૈયાર કરાવ્યાં. શ્રી અંબાલાલભાઈ નડિયાદમાં જ હતા. તેમણે ચુરમું વગેરે રસેઈ તૈયાર કરાવી મૂકી હતી. પરંતુ આજ્ઞા થઈ હતી તે પ્રમાણે દૂધ અને ઘીમાં બનેલી રાઈ તે બંગલે લાવ્યા; તે વાપરીને શ્રીમદે પૂછ્યું: “વાણિયાભાઈ (શ્રી અંબાલાલ ) ત્યાં છે કે ?” મેતીલાલે કહ્યું: “હાજી, છે.”
મોતીલાલ નડિયાદ ખાઈને આવતા અને શ્રીમદને માટે શુદ્ધ ખોરાક લેતા આવતા. મેંતીલાલે પણ એક જ વખત આહાર લેવાનું રાખ્યું હતું; કારણકે પ્રમાદ ઓછો થાય.
- સાંજના શ્રીમદ્ બહાર દૂર ફરવા જતા અને દશેક વાગ્યે પાછા આવતા. કોઈ વખત મોતીલાલ પણ સાથે જતા. એક દિવસે ચાલતાં ચાલતાં શ્રીમદે જણાવ્યું: “તમે પ્રમાદમાં શું પડયા રહ્યા છે? વર્તમાનમાં માર્ગ એ કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠ પડયો છે તે અમારો આત્મા જાણે છે. જે વર્તમાનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org