________________
ચરેતરમાં પુનરાગમન
૧૭
અને ઉત્તરખંડાની વચમાં એક બંગલો મળી શકે તેવી ગોઠવણ થઈ એટલે શ્રી અંબાલાલ, લહેરાભાઈ અને મોતીલાલ એ ત્રણની સાથે શ્રીમદ્દ ઉત્તરખંડાને બંગલે પધાર્યા. બીજા કોઈને ત્યાં આવવાની મનાઈ કરી હતી. પંદર દિવસ સુધી શ્રી અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને બધી વ્યવસ્થા પિતે કરી લેતા. પરંતુ શ્રીમદને તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી શ્રી અંબાલાલભાઈ રસોઈને સામાન, ગાદલાં, વાસણ વગેરે લાવ્યા હતા તે બધું લઈ જવાની આજ્ઞા કરી, એક મેતીલાલને સેવામાં રાખ્યા. શ્રી અંબાલાલ બંગલો ખાલી કરી બધે સામાન ગાડામાં ભરાવી લઈ નડિયાદ ગયા. મેંતીલાલે પિતાને માટે એક ગાદલું રખાવ્યું હતું તે અને પાણીના લોટા સિવાય બીજું કંઈ રહ્યું નહિ. શ્રી અંબાલાલ મોતીલાલને સૂચના આપતા ગયા હતા કે રાત્રે બેત્રણ વખત શ્રીમદ્જીની તપાસ રાખતા રહેજે. શ્રીમદ્દ વનમાં એકલા દૂર ફરવા ગયેલા તે સાડા દશ વાગે રાત્રે આવ્યા. મોતીલાલે ઓસરીમાં હીંચકે તે તેના ઉપર પિતાને માટે રખાવેલું ગાદલું પાથર્યું હતું, તે જોઈ શ્રીમદે કહ્યું: “ગાદલું કયાંથી લાવ્યા?”
મોતીલાલે કહ્યું: “મારે માટે રખાવ્યું હતું, તે પાથર્યું છે.” શ્રીમદે કહ્યું: “તમે તે ગાદલું લઈ લે.”
મોતીલાલે ઘણો આગ્રહ કર્યો એટલે રહેવા દીધું. થોડીવાર પછી મોતીલાલ તપાસ કરવા આવ્યા ત્યારે ગાદલું નીચે પડેલું; અને મચ્છર ઘણાં લાગ્યાં. તેથી એક ધોતિયું શ્રીમદ્દ ઉપર રાઢી પાછા તે અંદર જઈ સૂઈ ગયા. વળી ફરી રાત્રે તપાસ કરવા મેતીલાલ આવ્યા ત્યારે ધોતિયું રાઢેલું નીચે પડેલું અને શ્રીમદ્ ગાથાઓ બેલ્યા કરતા હતા. તેથી ફરી એરાઢી તે સૂઈ ગયા. આમ શરીરની દરકાર કર્યા વિના ધર્મધ્યાનમાં રાતે પણ શ્રીમદ્દ લીન રહેતા. બીજે દિવસે જંગલમાં સવારે ફરવા ગયા હતા તે બે કલાકે આવ્યા. શ્રીમને માટે એક શેતરંજી પાથરી મેડે બેસારી પાસે પુસ્તક મૂકી મોતીલાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org