________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
સિદ્ધિ ખૂબ વિચારી છે. અ૫ વયમાં મહત વિચાર કરી નાખ્યા છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દષ્ટિ દઈ જોઉં છું, તે પ્રથમની મારી ઉગતી વિચારશ્રેણ, આત્મદશા અને આજને આકાશ-પાતાળનું અંતર છે; તેને છેડે અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી. પણ શેચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન-ચિત્રન કર્યું છે કે નહીં ? તે ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન-ચિત્રન સઘળું
સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચય જનસમૂહને બહુ ઉપયોગી પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી
મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચાખી ના કહી હતી, એટલે નિરૂપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પારિમિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી, તે જ સ્મૃતિને સમજાવી તે વયચર્યા ધીરે ધીરે બનશે તે, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ. તેપણ સંભારી જઉં છું -
સમુચ્ચય વયચર્યા સાત વર્ષ સુધી એકાંત બાળ વયની રમત ગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના–કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર–મારા આત્મામાં થયા કરતી હતી. રમત ગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની સૂવાની બેસવાની, બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું. તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિકી જ્ઞાન તે વયમાં હોત, તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહિ; એવી નિરપરાધ દશા હોવાથી પુનઃ પુન તે સાંભરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org