________________
-વૃત્તાંત
નામ દેવબાઈ હતું. કળિકાળસવજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની જન્મતિથિને દિવસે કાર્તિકી પૂર્ણિમાએ આ મહાત્માએ પણ જન્મ લીધે હતો. એ જ વર્ષમાં આત્મજ્ઞાની ચિદાનંદજી મહારાજને દેહ છૂટયાના સમાચાર સાંભળ્યા છે.
શ્રીમન્ના પિતામહ શ્રીકૃષ્ણના ભક્ત હતા. ભક્તિરૂપી જળને પ્રવાહ એ કુટુંબરૂપી સરોવરમાં અખલિત વહ્યા કરતે તેમાં ઊંચા આકાશમાંની મનહર સંધ્યાના રંગ કે ઈન્દ્રધનુષ્યના રંગ સરોવરના નિર્મળ જળમાં પ્રતિબિંબ પામે તેમ શ્રીમનાં માતુશ્રી દેવબાઈ જૈન સંસ્કારે લાવ્યાં હતાં. વવાણિયાનાં બીજાં વણિક કુટુંબો પણ જૈનધર્મને અનુસરતાં હતાં. તે સર્વ સંસ્કારનું મિશ્રણ કોઈ અજબ રીતે ગંગાયમુનાના સંગમની પેઠે આપણું બાળમહાત્માના હદયમાં રેલાતું હતું. પિતાની પ્રૌઢ વાણીમાં બાવીસ વર્ષની વયે આ બાળ વયનું વર્ણન “સમુચ્ચય વયચર્યા' નામના લેખમાં પિતે કર્યું છે તે જ અહીં ઉતારી લઉં છું.
“સંવત ૧૯૨૪ના કાર્તિક શુદિ ૧૫, રવિએ મારે જન્મ હેવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અ૫ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મજા, અનંત દુઃખમૂળ, એ બધાને અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચાર કર્યા છે, તે જાતિના અનેક વિચારો તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર, અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યો છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org