________________
સ્વ-વૃત્તાંત
નિદ્રામાંથી જાગતાં કોઈ આળસ મરડીને બેઠો થાય અને ઘરમાં ચોરી થયાનાં ચિહ્ન જોતાં સંભ્રમમાં પડી જાય તેમ, ઈ. સ. ૧૮૫૭ના સંક્ષોભ કાળને એક દશ વીત્યા પછી હિંદમાં સંસારસુધારે, દેશની આબાદી, કેળવણી અને ધર્મોદ્ધારનાં બીજ વાવવાની શરૂઆત થતી હતી તે જાગ્રતિકાળમાં, પૂર્વમાં બંગાળામાં રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના પ્રયનોનાં મૂળ જામતાં હતાં. ઉત્તરમાં આર્યસમાજ અને સ્વામી રામતીર્થની તૈયારીઓ થતી હતી. દક્ષિણમાં પેશ્વાઈનાં તાજાં સ્મરણોમાં લોકમાન્ય બાળગંગાધર ટિળક અને ગોપાલકૃષ્ણ ગોખલે ઊછરતા હતા. અને ગુજરાતને જગાડનાર મહાત્મા ગાંધીજીના જન્મ પહેલાં એક વર્ષે વવાણિયા બંદર નામના કાઠિયાવાડના એક શાંત રમણીય ગામના વણિક કુટુંબમાં સંવત ૧૯૨૪ના કાર્તિક શદ ૧૫ ને રવિવારે શ્રીમદ્ રાજચંદ્રને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ મહેતા રવજીભાઈ પંચાણભાઈ હતું અને તેમનાં માતાનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org