________________
સિંગલ-વચન
ભાવાર્થ–હે નાથ, તારું સ્તવન અનેક ભવને પાપને નાશ કરનાર છે એમ માનીને, અલ્પ બુદ્ધિ હોવા છતાં તારા પ્રભાવના આલંબનથી આ તારી સ્તુતિ શરૂ કરું છું તે-કમલિની પત્ર પર પડેલું જળબિંદું પણ મનહર મોતીની શભા ધારણ કરે છે, તેમ સપુરુષોનાં ચિત્તની પ્રસન્નતાનું કારણ તારા પ્રભાવથી બનશે.
સમસ્ત દેષને દૂર કરે તેવું તારું સ્તવન તે શું પણ તારી કથા પણ ત્રણે લોકના લોકોનાં કષ્ટને કાપી નાખે છે: સહસ્ત્ર કિરણવાળે સૂર્ય દૂર હોવા છતાં તેની અરુણોદયની પ્રભા જ સરોવરમાંના કમળને વિકાસ કરવા સમર્થ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org