________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મહાત્માનું અચિંત્ય માહામ્ય ક્યાં અને કયાં આ અલ્પમતિની પ્રતિભારહિત સામાન્ય વાચા ! ક્યાં ઝળહળતા સૂર્યનું તેજ અને ક્યાં આગિયાનું અજવાળું ! આમ અણછાજતાં છાબડામાં એક બાજુ મેરુપર્વત મૂકી સામેના છાબડામાં સરસવનો દાણો મૂકી તુલના કરવા જેવું સાહસ હું આરંભું છું તે હાસ્યપાત્ર છે, છતાં જગતમાં વ્યવહાર કોઈ ને કોઈ પ્રકારે કરવું પડે છે. જેમ બીજને ચંદ્ર બતાવવા આકાશને અડે તેવી લાંબી આંગળી કોઈની પાસે હતી નથી તે પણ માત્ર અંગુલિ-નિર્દેશથી તે દિશા દર્શાવી જેનારની દૃષ્ટિ ચંદ્ર પ્રત્યે વળે તેમ કરીએ છીએ, તેમ આ અલ્પ પ્રયત્ન શ્રીમદ્દ રાજચંદ્રના પ્રતાપ પ્રત્યે દષ્ટિ દેનારને ઉપયોગી નીવડે અને મારી વૃત્તિ મહાત્મા પુરુષનાં પ્રભાવશાળી વચનામાં તથા તેના યોગસ્કૃતિ ચરિત્રમાં રહે એ શુભ આશયથી અણજુગતું કાર્ય માથે લેવાની ધૃષ્ટતા કરું છું. સર્વતોભદ્ર-સ્વપર હિતકારી કાર્યની પ્રતીતિ થયા પછી આ કલમ પકડી છે તેમ છતાં, મારી અગ્યતાથી એ મહાપુરુષ રૂપી ચંદ્રની પ્રજામાં કલંકરૂપ હું ન ભાવ્યું તે ઠીક એ ભાવનાથી તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અહંભાવ અર્પણ કરી તેની કૃપારૂપ કિરણમાં અભેદભાવે ફરી ફરી નમસ્કાર કરું છું.
" मत्वेति नाथ तव संस्तवनं मयेदम्
आरभ्यते तनुधियापि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफलद्युतिमुपैति ननूदबिंदुः ॥ आस्तां तव स्तवनमस्तसमस्तदोषम् त्वत्संकथापि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभव पद्माकरेषु जलजानि विकासभांजि ॥"
मानुतुंगाचार्य
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org