________________
મંગલ-વચન
જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
- શ્રીમદ્ રાજચંદ્ર
આત્મસ્વરૂપ ભાઈઓ અને ભગિનીઓ,
જે મહાપુરુષની વિશ્વવિહારી પ્રજ્ઞા હતી, અનેક જન્મોમાં આરાધે જેને યોગ હતો એટલે જન્મથી જ ગીશ્વર જેવી જેની નિરપરાધી વૈરાગ્યમય દશા હતી, અલ્પ વયમાં આત્મજ્ઞાનને જેને ઉદય થયું હતું, સ્મરણશક્તિ જેની અદ્દભુત હતી અને સર્વ જીવો પ્રત્યે જેને વિશ્વવ્યાપી પ્રેમ હતો, એવા આશ્ચર્યની મૂર્તિ સમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org