________________
રેતરમાં પુનરાગમન લખીને જણાવ્યું કે મને વ્યાખ્યાન વાંચતાં આવડતું નથી, અને કહી દેખાડતાં પણ આવડતું નથી માટે આપ આજ્ઞા કરે તે હું વ્યાખ્યાન વાંચવાનું બંધ કર્યું. તેના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું “સાધુઓએ સ્વાધ્યાય કરવો જોઈએ; સ્વાધ્યાય, ધ્યાન વિના મુનિ કાળ વ્યતીત કરે નહીં; જ્યારે વ્યાખ્યાન સમય હોય ત્યારે એમ વિચારવું કે મારે સ્વાધ્યાય કરે છે, માટે મોટેથી ઉચ્ચાર કરી અન્ય સાંભળે એવા અવાજથી સ્વાધ્યાય કરું છું, એવી ભાવના રાખી, કંઇ આહાર આદિની પણ તેમની પાસેથી કામના રાખવી નહીં; નિષ્કામ ભાવે વ્યાખ્યાન વખતે સ્વાધ્યાય કરે.”
પછી મેહનલાલજી મુનિએ પૂછયું: “મન સ્થિર થતું નથી, તેને શું ઉપાય?”
શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું: “એક પળ પણ નકામે કાળ કાઢો નહીં. કોઈ સારું પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું, વિચારવું; એ કાંઈ ન હોય તે છેવટે માળા ગણવી. પણ જે મનને નવરું મેલશો તો ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સદ્દવિચાર રૂપ ખેરાક આપવો. જેમ ઢોરને કંઈ ને કંઈ ખાવાનું જોઈએ, ખાણને ટોપલો આગળ મૂક્યો હોય તે તે ખાયા કરે છે, તેમ મન ઢેર જેવું છે; બીજા વિકલ્પ બંધ કરવા માટે સહુવિચાર રૂ૫ ખોરાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટું વર્તવું; તેને વશ થઈ તણાઈ જવું નહીં. તેને ગમે તેથી આપણે બીજું ચાલી વર્તવું.”
મુનિ મોહનલાલજીએ પૂછયું: “મારે ધ્યાન કેવી રીતે કરવું?”
શ્રીમદે ઉત્તર આપેઃ “શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાઉસગ્ગ કરી સાંભળ્યા કરવું; અર્થનું ચિંતન કરવું.”
એક માસ પૂર્ણ થયે, ત્યારે મુનિઓને જાગૃતિ આપતાં શ્રીમદે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org