________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
આવે ત્યારે ન આવવું. તેથી તેમને ઘણે પસ્તા થયો કે એક માસના સમાગમની માગણી કરી હતી પણ આમ અંતરાય આવી પડ્યા. તેથી પિપાસા બહુ વધી. માત્ર વનમાં શ્રીમદ્ બહાર જતા ત્યારે બધા મુનિઓ વગેરેને જ્ઞાનવાર્તાને લાભ મળતો.
વનમાં શ્રી સંતરાય આવો
વગેરેને નવા
એક દિવસે વનમાં વાવ પાસે શ્રીમદ્દ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછયું: “તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું?”
ચતુરલાલજીએ કહ્યું: “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ, તે પીએ છીએ; તે પછી છીંકણું વહેરી લાવીએ છીએ, તે સુંઘીએ છીએ; પછી આહારની વખતે આહારપાણે વહેરી લાવીએ છીએ, તે આહારપાણ કર્યા પછી સૂઈ રહીએ છીએ; સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ.”
શ્રીમદ વિનોદમાં કહ્યું: “ચા અને છીંકણી વહારી લાવવી અને આહારપાળું કરી સૂઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર?”
પછી આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું: “બીજા મુનિઓને પ્રમાદ છેડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો; ચા તથા છીંકણી વિના કારણે હમેશાં લાવવી નહીં. તમારે સંસ્કૃતનો અભ્યાસ કરે.” | મુનિ મેહનલાલજીએ કહ્યું “ મહારાજશ્રી તથા દેવકરણજીની અવસ્થા થઇ છે અને ભણવાને જગ કયાંથી બને ?”
શ્રીમદે તેના ઉત્તરમાં કહ્યું: “ગ બની આબેથી અભ્યાસ કરે, અને તે થઈ શકે છે; કેમકે વિકટેરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે છતાં બીજા દેશની ભાષાને અભ્યાસ કરે છે.”
એક વખત મેહનલાલજી મુનિએ શ્રીમને એક પત્રમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org