________________
ચરોતરમાં પુનરાગમન
શ્રીમદ્દ નડિયાદમાં સં. ૧૯૫રની દિવાળી પછી પણ થોડે વખત રહ્યા હતા. પછી વવાણિયા, મોરબી, સાયલા તરફ વૈશાખ માસ સુધી રહ્યા હતા અને તે જ વૈશાખમાં ઈડર થઈ જેઠ માસમાં મુંબઈ ગયા હતા, આ અરસામાં શ્રી સોભાગ્યભાઈને સમાધિપૂર્વક દેહ છૂટયા હતા. શ્રી લલ્લુજી આદિ છ મુનિઓની શ્રદ્ધા ફરી ગઈ છે એમ ખંભાત સંઘાડાના સાધુ અને શ્રાવકોમાં વિશેષ ચર્ચા થવા લાગી. શ્રી લલ્લુજીને દીક્ષા આપનાર હરખચંદજીને દેહ પણ છૂટી ગયો હતો. તેથી બીજા સાધુઓને ચિંતા થઈ પડી કે જે આ મુનિઓને દબાવીશું નહિ તે તે જુદે વાડે બાંધશે. તેથી તે છમાંના એક એક સાધુને બીજા પક્ષવાળા સાધુઓના સમૂહમાં બોલાવીને વિશેષ પ્રકારે દબાવતા, માર્ગથી પાડવાના પ્રયત્ન કરતા. તે પણ એ છ મુનિઓ સમભાવે રહેતા. શ્રી દેવકરણજી મુનિને સાચી વાતમાં શુરવીરપણું આવી જતું પણ દબાઈને બેસી રહેતા. લાક્ષાગૃહમાં પાંડને બાળવાને પ્રયત્ન કૌરવોએ કર્યો હતો તેમ આ પરિષહ મુનિઓને સહન કરે મુશ્કેલ હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org