________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળી
પરંતુ શ્રીમદ્દના ઉપદેશથી અંતરંગમાં શાંતિ રાખી શક્યા હતા. કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને તે એ પ્રસંગે વિશેષ દઢતા થઈ કે આત્મકલ્યાણની ઈચ્છાવાળાને એ બધાને સંગ ભૂંડે છે. દરરોજ નિંદા અને ખટપટમાં કાળ ગાળનાર એક પક્ષ દેખાતે અને એક બાજુ પિતાને લક્ષ ચૂક્યા વિના શાંત ભાવે સહન કરતા થોડા મુનિઓ યથાર્થ સાધુપણું આચરતા જણાતા.
શ્રીમન્ના અમૃત સમાન બેધના પરિણામે મુનિઓને શાંતિ , રહેતી. પત્રો પણ વિરોધ શમાવે તેવા આવતા તેમાંથી કંઈક નીચે લખ્યું છેઃ
સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે છે તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે. તે પ્રમાણે વર્તશે. સત્સમાગમનો પ્રતિબંધ કરવા યોગ્ય નથી. તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે; પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચારવું યોગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભ પણ થાય.” - “અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારને માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવા ફેરથી ભિન્નતા માને છે એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તે સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે. જ્યાં સુધી અન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે.”.
શ્રી લલ્લુજી આદિનું ચાતુર્માસ સં. ૧૯૫૩માં ખેડા થયું હતું. ત્યાં શ્રીમદે તેમના સ્વાધ્યાય માટે “મોક્ષમાર્ગ–પ્રકાશ ” ગ્રંથ મેકલ્યો હતે. શ્રીમદને મોરબીમાં ત્રણ માસ સં. ૧૯૫૪માં ચૈત્ર માસ સુધી રહેવાનું બન્યું હતું તે પ્રસંગે થયેલાં વ્યાખ્યાનની એક મુમુક્ષુએ કરેલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org