________________
૧૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં, સગુચરણમાં પ્રેમયુક્ત સહજ અને સ્થિરભાવે રહ્યા કરતા; જેથી મારી અલ્પજ્ઞ દષ્ટિથી અને મારા
સારી રે સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જે તેવી રીતે તે જ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ધકાળ સુધી રહ્યા કરે તે આત્મવિચાર, આત્મચિંતન સદાય જાગ્રતપણે રહ્યા કરે; અને મન, વચન, કાયાના પેગ પણ આત્મવિચારમાં જ વત્ય કરે.”
સ્વામી શ્રી લલ્લુજી આત્મસિદ્ધિ સંબંધમાં જણાવે છે:
તે વાંચતાં અને કઈ કઈ ગાથા બોલતાં, મારા આત્મામાં આનંદના ઉભરા આવતા. અને અકેક પદમાં અપૂર્વ માહાભ્ય છે, એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિને સ્વાધ્યાય, મનન નિરંતર રહ્યા કરી આભેલ્લાસ થતો. કેઈની સાથે કે બીજી ક્રિયા કરતાં આત્મસિદ્ધિની સમૃતિ રહેતી. પરમકૃપાળુ દેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આત્માનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. માહામ્ય માત્ર એક સગુરુ અને તે ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.”
ચોથી નકલ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને મોકલાવેલી તેમણે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને ભક્તિપૂર્વક અભ્યાસ કરી, પિતાને જે ભાવો ફૂરેલા તે “આત્મસિદ્ધિ શાસ્ત્રના વિવરણ રૂપે દર અઠવાડિયે દશબાર પાનાં શ્રી અંબાલાલભાઈ ઉપર લખી મોકલતા. તેમાંનું કંઈ પ્રસિદ્ધ થયું જણાતું નથી. શ્રી અંબાલાલભાઈ આદિના પત્રોમાં તેની સૂચનાઓ આવે છે તે ઉપરથી કંઈક વિસ્તારથી આત્મસિદ્ધિ વિષે શ્રી માણેકલાલભાઈ લખતા એમ જણાય છે. ટૂંકમાં, અનેક યોગ્ય આત્માઓ એ શાસ્ત્રના અવલંબનથી ઉચ્ચ દશા પામે તેવી તે શાસ્ત્રમાં ચમત્કૃતિ છે, એ વાત ઉપરના ઉતાર ઉપરથી પણ સિદ્ધ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org