________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
ચાદ પૂર્વનું મધ્યનું-સાતમું પૂર્વ “મામ પ્રવાહ” નામે છે. તે સર્વ પૂર્વના સાર રૂપ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના આત્મસ્વરૂપને અનુભવ કરીને શ્રીમદે સુગમ રીતે મધ્યસ્થપણે કરી છે. તેને ઊંડે અભ્યાસ સદ્દગુરુ સમીપે થાય તે આત્મજ્ઞાન પામવું સુલભ થાય તેવું આ કળિકાળમાં ઉત્તમ સાધન આપણને પ્રાપ્ત થયું છે. તે સમજવા જિજ્ઞાસુ દશા પ્રાપ્ત કરી આત્મજ્ઞાની ગુરુ સમીપે ભક્તિપૂર્વક તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવા સર્વને ભલામણ કરું છું. પક્ષપાત કે ખંડનમંડનની શૈલી ગ્રહણ કર્યા વિના માત્ર સત્ય વસ્તુને સુગમપણે ગ્રહણ કરાય તેવા રૂપે સુંદર પદ્યમાં ૧૪૨ ગાથામાં જ સર્વ શાસ્ત્રોનો સાર શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિમાં ભરી દીધું છે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'ની ચાર નકલોમાંથી એક શ્રી સોભાગ્યભાઈને આપેલી તેના અભ્યાસથી તેમની દશા બહુ ઉચ્ચ થઈ હતી તે આગળ ઉપર જણાવી દીધું છે. શ્રી અંબાલાલભાઈને આજ્ઞા થયેલી તે પ્રમાણે તેમણે અત્યંત ભક્તિભાવથી તેનું વાચન, મનન, નિદિધ્યાસન કરેલું અને તેનું માહામ્ય ટૂંકામાં શ્રીમદ્દ ઉપર લખેલા પત્રમાં જણાવે છે:
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચતાં વિચારતાં મારી અલ્પજ્ઞ મતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી. પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, વચન, કાયાના યુગ સહેજે પણ આત્મવિચારમાં પ્રવર્તતા હતા; જેનું અનુપ્રેક્ષણ કેટલોક વખત રહેવાથી-રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી ગઈ; આત્મવિચારમાં રહ્યા કરતી હતી, જેથી મારી કલ્પના પ્રમાણે સહજ સ્વભાવે શાંતિ રહ્યા કરતી હતી. જે ઘણા પરિશ્રમથી મારા ત્રિકરણ જોગ કોઈ અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમે સ્થિર નહિ રહી શકેલા, તે ગ તે પરમાત્મકૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org