________________
૧૬૨
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
લેવા રૂ૫ ઔષધની ભલામણ કરી છે. આ કાળમાં લાંબી ભાવસ્થિતિ વાળા છ હોવાથી મેક્ષ ન મળે વગેરે વિચારો તછ સપુરુષાર્થ કરી પરમાર્થ સાધવા પ્રેરણા કરી છે. નિશ્ચય નયે આત્માનું સ્વરૂપ છે તે લક્ષમાં રાખી સદ્વ્યવહાર રૂપ મેક્ષનાં સાધને આરાધવાં પણ વ્યવહાર કે નિશ્ચયને એકાંતે આગ્રહ ન કરે એવી ચેતવણી આપી છે. આ ગ્રંથમાં કેઈનય એકાંતે કહ્યું નથી. બન્નેને ગણુ મુખ્યપણે યથાયોગ્ય સાથે લક્ષ રાખેલ છે. ગ૭મતની કલ્પનાઓ સવ્યવહાર ગણાય નહિ; તેમજ પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થયા વિના નિશ્ચયની વાતોમાં કંઈ માલ નથી. ત્રણે કાળના સર્વે જ્ઞાનીને એક જ માર્ગ છે. નિશ્ચય નયથી સર્વ જીવ સિદ્ધ જેવા છે; પરંતુ ગુરુની આજ્ઞા અને જિનદશાના અવલંબન રૂપ નિમિત્તથી તે સ્વરૂપ સમજાય તો તે સ્વરૂપ પ્રગટ થાય; માટે સદ્વ્યવહારની પણ જરૂર છે. એકાંતે શુદ્ધ ઉપાદાન કે નિશ્ચયનું નામ લઈને નિમિત્ત રૂ૫ વ્યવહારને તજે તે બ્રાંતિમાં ભમે છે, મોક્ષ પામતા નથી. મેઢે જ્ઞાનની વાત કરે અને હૃદયમાં મેહ ભરપૂર હોય તે પામર પ્રાણુ જ્ઞાનીને દ્રોહ કરે છે, અશાતના કરે છે. પરંતુ મુમુક્ષુ જીવ તે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણોનું સેવન કરી જાગ્રત રહે છે. જેણે મોહનો ક્ષય કર્યો છે કે શાંત કરી દીધું છે તે જ્ઞાનીની દશા પામે છે. સકળ જગત જેને એંઠ રૂ૫ લાગે, સ્વમ સમાન ભાસે તે જ્ઞાનીદશા કહેવાય. બાકી મેહમાં વર્તે છે તે ગમે તેવાં નિશ્ચયનાં વચન બેલે તો પણ તે વાચાજ્ઞાન કે શુષ્કજ્ઞાન છે. પ્રથમનાં પાંચ પદને વિચાર કરીને મોક્ષના ઉપાય રૂપ છેલ્લા પદમાં જેનું વર્તન હોય તે મેક્ષ રૂપ પાંચમું પદ પ્રાપ્ત કરે છે; એ નિઃશંક વાત જણાવી અંત મંગલની ગાથામાં જ્ઞાની પુરુષને નમસ્કાર જણાવ્યું છેઃ
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો ! વંદન અગણીત.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org