________________
૧૧૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળ થાય છે.
જ્યારે નિજસ્વભાવને સ્પષ્ટ અનુભવ, લક્ષ અને પ્રતીતિ વર્તે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે ત્યારે પરમાર્થે સમ્યફ દર્શન પ્રગટ થયું ગણાય છે.
સમ્યફ દર્શનની વધતી જતી ધારાથી ચારિત્ર મોહનીયના મિથ્યાભાસને ટાળે, ત્યારે ચારિત્રગુણ એટલે સ્વભાવસમાધિ પ્રગટે છે અને અંતે સર્વ રાગદ્વેષના ક્ષય રૂપ વીતરાગ પદમાં સ્થિતિ થાય છે.
શુદ્ધ આત્મસ્વભાવનું જ્યાં નિરંતર જ્ઞાન રહે, તે જ્ઞાનને કેવળજ્ઞાન કહીએ છીએ. એ જીવન્મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં અત્રે અનુભવાય છે.
હે! શિષ્ય, દેહમાં જે આત્મબુદ્ધિ થઈ છે અને તેથી દેહ, સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંભાવ, મમત્વ ભાવ વર્તે છે તે છૂટે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય તે તું કર્મને કર્તા પણ નથી તેમજ ભોકતા પણ નથી; અને એ જ ધર્મને મર્મ છે. એ જ ધર્મથી મેક્ષ છે; તે જ ક્ષસ્વરૂપ છે એટલે શુદ્ધ આત્મા છે; અનંત જ્ઞાન, દર્શન અને અવ્યાબાધ સુખ સ્વરૂપ તું છે. તું જ શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય પ્રદેશાત્મક છે, સ્વયંતિ સ્વરૂપ છે અને અનંત સુખની ખાણ છે. વિશેષ કેટલું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ કે તે વિચાર કરીશ તે તે સંપૂર્ણ પદ પ્રાપ્ત કરીશ.
નિશ્ચય સર્વે જ્ઞાનીને આવી અત્ર સમાય” એમ કહીને સહજ સમાધિમાં સદગુરુ લીન થયા, મન થયા.
છેવટે ઉપસંહાર કરતાં પહેલાં “શિષ્ય બેધ બીજ પ્રાપ્તિ' રૂપે નવ ગાથાઓ આપી છે તેમાં જ્ઞાન, ભક્તિ અને ઉપકારની લાગણી ઉત્તમ રીતે વર્ણવી જે ભાવ પ્રકટ કર્યો છે, તે ભાવ સદ્ગુરુનું ઓળખાણું જે મહાભાગ્યશાળીને થયું હોય તેને મરણ સમયે આવે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org