________________
૧૫૯
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
શિષ્યઃ કયી જાતિમાં મિક્ષ પમાય છે, ક્યા વેષથી મોક્ષ પમાય છે એને નિશ્ચય મારાથી થઈ શકતું નથી. કારણ કે કોઈ બ્રાહ્મણ આદિ જાતિને મેક્ષાગ્ય માને છે, કોઈ સાધુ આદિના વેષ વિના મેક્ષ થતું નથી એમ અનેક ભેદે વર્ણવે છે; એક જ પ્રકારને માર્ગ બધા માનતા નથી. તે મારે શું કરવું?
સગુસઃ દર્શન અને ચારિત્રમોહને દૂર કરીને સત એટલે અવિનાશી ચૈતન્યમય એટલે સર્વ ભાવને પ્રકાશવા રૂપ સ્વભાવમય શુદ્ધ આત્મા પામવાને ઉપર મોક્ષમાર્ગ કશે તે ગમે તે જાતિમાં કે વેષમાં આરાધશે તે મેક્ષ પામશે. મેક્ષમાં ઊંચનીચને ભેદ નથી. આમાં કાંઈ શંકા રાખવા યોગ્ય નથી.
શિષ્યઃ પાંચ પદ સમયાનું ફળ, મોક્ષને ઉપાય ન સમજાય તો શા કામનું છે ? પાંચે પદના ઉત્તરથી હે ! સગુરુ, મારા મનનું સમાધાન થયું છે તેમ આ મેક્ષઉપાય નામનું પદ સમજાય તે મારા મહાભાગ્યનો ઉદય થયે એમ હું જરૂર માનીશ. હે ! ગુરુરાજ, મેક્ષમાર્ગની શરૂઆતથી સંપૂર્ણતા સુધીનો ક ઉપાય છે ?
સદ્દગુરઃ કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ એ સર્વેને શમાવવા, મંદ કરવા; એક મોક્ષ સિવાય બીજી અભિલાષા ન રાખવી. સંસાર પરિભ્રમણથી ત્રાસ પામવો અને આ આત્મા અનંત કાળથી કર્મના ભારે કચરાઈ રહ્યા છે તેને જન્મમરણનાં દુઃખથી મુકાવવા સાચા ભાવથી કાળજી રાખી મોક્ષ માટે પ્રવર્તવાના ભાવ રૂપ અંતર દયા, તેમજ સર્વ છે સંસારદુઃખથી મુક્ત થાય તેવા ભાવ રૂ૫ અંતરથી દયા જેને હોય તે જીવને મેક્ષમાર્ગને જિજ્ઞાસુ જાણો. એવા જિજ્ઞાસુ આત્માને સદ્ગરનો બોધ થાય તે તે સમ્યક્દર્શન પામે અને અંતની શોધમાં વર્ત.
મત, દર્શનને આગ્રહ તજીને જે તે સગુએ દર્શાવેલા લક્ષે વર્તે તે તે શુદ્ધ સમીત પામે એટલે તેને અંશે આત્માને અનુભવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org