________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
આપેલા પાંચ પદની શંકાના પાંચે ઉત્તરથી આત્મામાં પ્રતીતિ થઈ છે કે આ સદ્ગુરુ કારણકાર્યથી સમજાવીને યથાર્થ આત્મસ્વરૂપ જણાવે છે તેમજ છે, તે! તને મેક્ષઉપાય બતાવીશ તેમાં શંકા નહીં રહે; મેક્ષના ઉપાયની તે જ પ્રમાણે સહુજ પ્રતીતિ થશે.
૧૫૦
ઘણા કાળનું સ્વમ પણ જાગ્રત થતાં જ દૂર થાય છે તેમ આત્મજ્ઞાન થતાં અનાદિને વિભાવ ટળે છે. કર્મથી ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એ જ અજ્ઞાન દશા છે; તે કર્મબંધનનું કારણ છે. શુદ્ધ આત્માથી ભિન્ન અહિરાત્મ ભાવમાં વાસના છે; પરંતુ કર્મથી મુક્ત થવાના ભાવ તે જ નિજ શુદ્ધ આત્મસ્વભાવમાં વાસ છે. કર્મબંધનનાં જે જે કારણેા છે તે બંધમાર્ગ છે અને તે બંધનનાં કારણેાના નાશ કરવા તે મેાક્ષમાર્ગ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ કર્મબંધન વેલીની મુખ્ય ગાંઠ છે; તેને નિમૂળ કરવાના ઉપાય તે મેાક્ષમાર્ગ છે. અનંત પ્રકારનાં ક મુખ્ય આઠ કર્મોમાં સમાઈ જાય છે; અને તે આઠેમાં મુખ્ય મેાહનીય કર્મ છે; તેનેા નાશ કરવાના ઉપાય સાંભળ.
મેાહનીય કર્મના એ ભેદ છે: એક દર્શન મેાહનીય અને ખીજાં ચારિત્ર મેાહનીય. દર્શન મે!હુનીયના નાશ માધથી થાય છે અને ચારિત્ર મેાહનીય વીતરાગતાથી ટળે છે. આ સત્ય ઉપાય છે, કેમકે ક્રાધાદિથી કર્મ બંધાય છે અને ક્ષમાદિથી કર્મના નાશ થાય છે એ સર્વને પ્રત્યક્ષ અનુભવમાં આવે તેમ છે.
અનેક મત તથા અનેક દર્શના મેાક્ષના ઉપાય બતાવે છે. તે પ્રત્યેના આગ્રહ તજીને તથા આ મારા ધર્મ છે તે મારે પાળવા જ એવા વિકલ્પે મૂકીને આ મેક્ષ માટે બતાવેલા માર્ગ આરાધશે તે ઘેાડા ભવમાં મેક્ષ પામશે. છ પદ્મ વિષે તેં છ પ્રકારે પ્રશ્ના વિચાર કરીને પૂછ્યા તે પદ જો સર્વાગે સમજાય,તેમાં નિઃશંક થાય તે તે અવશ્ય મોક્ષમાર્ગ પામે છે. એકાદ પદમાં પણ શંકા હોય તે મેક્ષમાર્ગ પ્રમાતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org