________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
૧૭
સદ્દગુરુ જેમ શુભાશુભ કર્મ છવ કરે તો તેનું ફળ પ્રાપ્ત થાય છે, તેમ શુભાશુભ કર્મ છવ ન કરે તો તે કર્મથી નિવૃત્તિ કરી તેનું ફળ પણ મળવું જોઈએ. તે નિવૃત્તિનું ફળ મેક્ષ છે એમ વિચારવાન જીવને જણાય છે.
શિષ્યઃ અનંત કાળ વહી ગયો પણ છવ મુક્ત થયે નહીં; દેવાદિગતિ શુભ કર્મથી પામે, અશુભ કર્મે નરકે ગયા પણ હજી દે વાળો છવ પ્રત્યક્ષ છે. તે મોક્ષને સંભવ કેમ મનાય ?
સદ્દગુરુઃ શુભાશુભ કર્મભાવને લઈને અનંત કાળ વીત્યા છતાં જીવ મુક્ત થયા નહીં. પરંતુ તે શુભાશુભ ભાવને નાશ કરવાથી મેક્ષ સ્વભાગ પ્રગટ થાય છે.
શિષ્યઃ કર્મ રહિત કોઈ ગતિમાં જીવ હોય તે સમજાતું નથી; તો કોઈ સ્થળ એવું છે કે જ્યાં જીવને કોઈ કર્મનો સંગ ન હોય ?
સદ્દગુરુ દેહાદિ સંયોગને ફરી કદી પ્રાપ્ત ન થાય તે વિયોગ થાય છે; અને તે શાશ્વત પદ છે, એટલે ત્યાંથી કદી ફરી જન્મમરણ રૂ૫, સંસારમાં આવવું પડતું નથી; ત્યાં આત્માનું અનંત સુખ ભગવાય છે; એવું એક્ષપદ સિદ્ધ થયું.
૬ પાંચે સ્થાનકને વિચાર કરતાં તે પાંચે પદનો નિશ્ચય થયે એટલે શિષ્યની મુમુક્ષતા તીવ્ર થઈ અને મોક્ષને ઉપાય ન હોય તે અત્યાર સુધી જાણેલું શા કામનું છે એમ વિચારી અવિરોધ ઉપાયમાં શંકા થવાથી શિષ્ય પૂછે છેઃ
- શિષ્યા અનંત કાળનાં કર્મો કેવી રીતે નાશ પામશે ? કઈ અવિરોધ ઉપાય મને જણ નથી. અનેક મત અને અનેક દર્શને અનેક ઉપાય બતાવે છે, તેમાં સાચું શું માનવું ?
સગુરુઃ (આટલી હદની વિચારણા કરી સમજી શકે તેવા સુશિષ્યને ધીરજ અને આશીર્વાદ આપતાં કહે છેઃ) તને અત્યારસુધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org